ધરતી ચીરી નીકળી મારી ગઝલ
વિશ્વ-આંખે ઝળહળી મારી ગઝલ!

પાંદે પાંદે સળવળી મારી ગઝલ
ટહુકે ટહુકે પીગળી મારી ગઝલ

થઈ દુઆ એની ફળી મારી ગઝલ
આજ ભવમાં ગઈ મળી મારી ગઝલ

સાથ જેનો છોડી ગ્યાં છે સૂર્ય-ચંદ્ર
રાહમાં એના બળી ગઈ મારી ગઝલ

સ્વપ્ન સુખેથી તમે જોજો હવે
થઈ બિછાનું લ્યો ઢળી મારી ગઝલ!

હું પડ્યો ભૂલો અહીં જ્યારે ‘સુધીર’,
પકડી લ્યે છે આંગળી મારી ગઝલ!

સુધીર પટેલ

7504 Double Springs Court, Charlotte, NC 28262. USA

Related posts:

  1. થાય કે બસ ….સુધીર પટેલ
  2. સનમ હો કે ખુદા…. સુધીર પટેલ
  3. હક આપે તો બોલું – સુધીર પટેલ
  4. ઈ-મેઈલની ગઝલ
  5. એક ઘેરો રંગ છે મારી ભીતર
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
2 Responses
  1. AJAY OZA says:

    વાહ ! સુધીરભાઈ.
    ખૂબ સરસ.

  2. sudhir patel says:

    ગઝલ અહીં પ્રગટ કરી સરપ્રાઈઝ આપવા બદલ આભાર, માનવ!

    ચોથા શે’રમાં સહેજ છાપ-ભૂલ છે, જે સુધારવા વિનંતી. એ શે’ર આ મુજબ છેઃ

    સાથ જેનો છોડી ગ્યાં છે સૂર્ય-ચંદ્ર
    રાહમાં એના બળી મારી ગઝલ !

    આભાર.
    સુધીર પટેલ.

Leave a Reply

આપને કેવું લાગ્યું?