‘મરમી’, છબી - અહીંયાથી
ઈચ્છા કામણગારી છે,
આખર તો એ નારી છે.
ખુશબો દઈ આ ફૂલોએ,
ખૂબ હવા શણગારી છે.
વિરહી પળમાં સધિયારો,
તારા ઘરની બારી છે.
ઘરની શોભાને વૈભવ,
બાળકની કિલકારી છે.
છોડી જો હું પદ ‘મરમી’,
આખી દુનિયા તારી છે.
કવિ મરમી
જુનાગઢના ખ્યાતનામ કવિ શ્રી મહેન્દ્રસિંહ એન. પઢીયાર ‘મરમી’ની આ ગઝલ ગઝલ વિશ્વના માર્ચ ૨૦૧૦ના અંકમા પ્રકાશીત થઈ છે જો આપની પાસે એ હોય તો પાન નં.૫૩ પર વાંચી શકો છો.
Related posts:



ખરા અર્થમાં મરમ ભરેલી માર્મિક ગઝલ….
સરસ.
આભાર
સરસ રચના. આ ગઝલનુઁ સૌન્દર્ય એની નાની નાજુક બહેર અને સરલ ભાષા છે.
ધન્યવાદ
સુંદર માર્મિક ગાઝલ
આ સમજી ન શકાયું
ઇચ્છો કામણગારી છે,
આખર તો એ નારી છે.
આવી સરસ રચનામા નારીને ઉતારી પાડવાનો તો ભાવ નહીં હોય!
ના એવું જરાય નથી.
ખુબ સરસ રચ્ના
આ ગઝલનો મત્લા ખોટો ટાઈપ થયો છે…..સાચો આમ છે……
ઇચ્છા કામણગારી છે,
આખર તો એ નારી છે.
શ્રી માનવભાઈ અઘરૂં કામ છે…..અર્થનો અનર્થ થઈ જાય….
સુંદર ગઝલ આપવા બદલ Thenks
આભાર મહેશભાઈ…
ભાઈ શ્રી માનવ
છોડો હું પદ, દુનિયાં આખી તારી છે.
સુંદર ગઝલ્.
Hack again?!