Today is Saturday 4th February 2012

****
We are updating quotes here. If you have then Click Here and suggest us.



Archive for » September, 2010 «

જય શ્રી રામ, ઓ પંખી વિમાને બેસવું છે બોલ?
હું જાપાન ફરવા જ રહ્યો આવવું છે બોલ?

ના કવિ ઘેર મેના એકલી છે ફાવશે નૈ યાર…,
ચાલો, કંઈ નૈ રોબોટ જેવું લવવું છે બોલ?

દાદાને કહેજો આવતા જન્મે પુત્રી હું થઈશ…,
નરનું પાત્ર મળશે તો’ય કેમ પુત્રી થવું છે બોલ?

રવિદાદા બિચારા એકલા બાર કલાક થાકી જાય…,
તારે એમની લાઠી થઈને ચાલવું છે બોલ?

લાઠી બે ઘડીનો સાથ દેશે, આંસુ હું તો થઈશ…,
‘પિયું’ પૂછે કલમને ચાલ આગળ દોડવું છે બોલ?

પિયુ પાલનપુરી

સંપૂર્ણ છાંદસ ગઝલ ~ ગાગાગાલ ગાગાગાલ ગાગાગાલ ગાગાગાલ

૨૬/૦૯/૨૦૧૦ દિકરી દિવસ માટે લખાયેલ આ ગઝલ કતારમાં હોવાને કારણે આજે મુકી રહી છું એ બદલ ક્ષમા યાચું છું.

લેખકના શબ્દો -
આજે ‘વિશ્વ ડોટર ડે’ના દિવસે દિકરોની તમન્નાઓને પાંખો આપવાની કોશીષ કરું છું અને “દિકરી સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો છે” તે વિધાનને ચરિતાર્થ કરવાની કોશીષ કરી છે આશા એ આપના મંતવ્યો જરુર મળશે.

છબી – અહીંયાથી

સબંધ આવળીયૉ ને સબંધ બાવળીયો,
ખપે તો જીવન ના ખપે તો ઈધણ.

સબંધ ના તણાં ને સબંધ ના વાણા,
તાણો તો તૂટે ને વાળો તો ગૂચે .

સબંધ ના જાળા ને સબંધ ના માળા,
માનો તો કૈ કૈઈક ના મનો તો ખાક થાય.

સબંધ ની માયા ને સબંધ ની છાયા,
આપો તો તૂટે ના આપે બધૂ છૂટે.

સબંધ નું પાદ્ડુ આમ તેમ ઊડૅ,
માગે તે દૂરે ના માગે શિરે પડૅ.

સ્પંદન [૨૦.૭.૯૩]

જાહેર જનતાને જણાવવાનું કે - વાચકોની કલમે વિભાગની કોઈ પણ રચનાને જોઈને એવું સમજી લેવું નહી કે તે સંપુર્ણતઃ છાંદસ છે. આ વિભાગ થોડીક છુટથી બનાવાયેલો છે જેમાં રચનાઓ નથી પણ માત્ર વીણેલાં મોતી.કોમના વાચકોની લાગણીઓ છે એવું જરુર કહી શકાય. જેથી નવોદીતોએ આવી રચનાઓને જોઈને શીખવાનો પ્રયત્ન કરવો નહી.
- વીણેલાં મોતી.કોમ ટીમ

ચક્કીબેન, છબી – અહીંયાથી

ચક્કીબેન રમતા ને ઉડતા ને ભમતા ને નાચંતા ભઇ તા તા થૈ
કેવી નિરાંત જુઓ પાટી-પેન-દફ્તર લઇ એને કંઇ ભણવાનું નૈં

ચક્કીબેન રમતા ને ઉડતા ને…

રાજુને થાતું હું ચકલો જો હોત તો તો રોજ રોજ આકાશે જાત
નાનકડી પાંખો પસારીને રોજ હું તો નાનકડી ઠિબડીમાં ન્હાત

આ તો હું રાજુને ? એટલે હો ભાઇ મારે આવું બધું કરવાનું નૈં
ચક્કીબેન રમતા ને ઉડતા ને…

નાની-શી ચાંચ લઈ ચીં ચીં ચીં કરતાં ને નાનકડાં માળામાં રે’તા
નાનકડાં બચ્ચાને નાનકડું ભોજન ભઇ ચક્કીબેન મોઢામાં દેતા

નાનકડાં બચ્ચાઓ ઉડતા શિખ્યા કે નૈં ? જોવાનું ફળિયામાં જૈ
ચક્કીબેન રમતા ને ઉડતા ને…

જિગર જોષી ‘પ્રેમ’

Please appreciate poet on +91 9925157475

છબી – અહીંયાથી

જ્યાં જુઓ ત્યાં નારી
ઊંચા સિંહાસન પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પાવાગઢ પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ઈન્દીરા ગાંધી ગાદી પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પિટી ઉષા દોડમાં પ્રથમ આવનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
કલ્પના ચાવલા હવામાં ઉડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
મધર ટેરેસા ગરીબોની સેવા કરનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
જીજાબાઈ નામે શિવાજીને ઘડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ઝાંસીની રાણી તલવાર લઈને લડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ચૌદ વરસની ચારણ ક્ન્યા સિંહને ભગાડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
સંગીતકલામાં લતા મંગેશકર ગાનારી..
જ્યાં જુઓ ત્યાં નારી

દિનેશભાઈ નાયક
હેલ્થ વર્કર, ડીસા