Today is Saturday 4th February 2012

****
We are updating quotes here. If you have then Click Here and suggest us.



Archive for » August, 2010 «

છબી - અહીંયાથી

કદી માણી નથી સાચી ખુશી અફસોસ એનો છે,
ફળી ના કોઈ રીતે જિંદગી અફસોસ એનો છે.

પ્રણયમાં ભૂલ તો બંને તરફથી થઈ હતી કિન્તુ,
નર્યો સંતાપ છે કેવળ અહીં અફસોસ એનો છે.

વિના કંઈ લક્ષ્ય શબ્દોની કરી છે લ્હાણી હોઠોએ,
વગોવાઈ છે ત્યાં પણ લાગણી અફસોસ એનો છે.

મને આજે બહુ પથ્થર હ્રદયનો લાગે છે ઈશ્વર,
બની છે આંખ ચોમાસુ નદી અફસોસ એનો છે.

મદદ મારી જ પોતની કરી હું ના શક્યો કોઈ,
મદદ મારી જ મર્યાદા નડી અફસોસ એનો છે.

સમય કંઈ ખાસ તો બાકી નથી ત્યાં બોલે છે ‘નાશાદ’
સમય મારો હજી આવ્યો નથી અફસોસ એનો છે.

ગુલાબ અબ્બાસ નોશાદે

કચ્છનું રણ , છબી – અહીંયાથી

રણવગડામાં દરિયા રે બેફામ ઝાંઝવાં!
કેમ કરીને તરવાં રે બેફામ ઝાંઝવાં!

ધોમ ધખેલા તડકા ઊભા ફાટયા રે બેફામ ઝાંઝવાં!
અંગારાના તીર ધધખતાં ફૂટયાં રે બેફામ ઝાંઝવાં!

તગતગતી રેતીના ડામેડામ અરે બેફામ ઝાંઝવાં!
અકળાતી લાગણીઓ શોધે ગામ અરે બેફામ ઝાંઝવાં!

હૈયાની ભીતરમાં લીલું નામ અરે બેફામ ઝાંઝવાં!
આંખોની આગળ બળબળતો અંજામ અરે બેફામ ઝાંઝવાં!

રોમ રોમથી પ્યાસ થઈને ફૂટે રે બેફામ ઝાંઝવાં!
આકુળવ્યાકુળ દિલ થઈને તૂટે રે બેફામ ઝાંઝવાં!

સામે કાંઠે ફરફરતી લીલાશ અરે બેફામ ઝાંઝવાં!
આ કાંઠા પર વલખાં મારે આશ અરે બેફામ ઝાંઝવાં!

કનુ મહેતા ‘વ્યોમ’

ગઈ કાલની વાતની ડીસામાં વરસતા અંગારા જેવી ગરમી પડતી હતી પણ સાંજ પછીના વરસાદે થોડીક ઠંડક આપી છે અને તેને અનુરૂપ એક ગઝલ હોય તો મોજ આવી જાય.

છબી - અહીંયાથી

અર્થને જાણી શકો તો બાંચજો,
શબ્દ સોનાનો મળે તો ટાંકજો.

તાંતણો કાચો નથી સંબંધનો,
ગાંઠ છૂટે ના બરાબર બાંધજો.

કાશી કે મક્કા જવાનો અર્થ શું?
એક બીજાના હ્રદય સુધી જજો.

દુઃખ એ રીતે જ ઓછું થાય છે,
કોઈના પડખે જઈને બેસજો.

સોય ‘સંજય’ પ્રેમથી આપે તને,
માનવી ફાટી ગયો છે સાંધજો.

સંજય ચૌહાણ

એક નાનકડી આ ગઝલ ન કહેતા પણ ઘણું બધું કહી જાય છે. જરા ઉંડાણ પુર્વક સમજીયે તો આરપાર નીકળી જાય એવા શેર છે.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સૂર – મેહુલ સુરતી, નુતન સુરતી
સંગીત – મેહુલ સુરતી

જીંદગીનો આ ટૂંકસાર છે
ન કિનારો ન મજધાર છે

જેઓ બીજાનો આધાર છે
તેઓ પોતે નિરાધાર છે

કોઈ જીવે છે ભુતકાળમાં
કોઈ પર ભાવિનો ભાર છે

આજ કંઈ પણ નવું ના બન્યું
તે જ મોટા સમાચાર છે

મુકુલ ચોકસી

વાસ્તવમાં આ ગીત એઈડસ જાગૃતિ માતે એક MMS માટે ક્ંપોઝ કરાયેલ છે. આમ પણ મેહુલ સુરતી સાથે કોઈ ખાસ મિત્રતા નહી પણ બસ ગુજરાતી હોવા પણું ફેસબુકમાં ભેળા કરી ગયું અને આજે આ રચના મુક્યાબાદ મને આનંદ થાય છે કે મેહુલ સુરતી ખરેખર સલામી આપવા લાયક માણસ છે

હવાનો ભાર કાયમ વા પવનમાં છે,
પ્રણય તારો અશ્રુભીના નયનમાં છે.

કહું તો શું કહું તમને વધારામાં,
તમારી યાદ રોજરોજ મનમાં છે.

મુલાકાતો અટકી છે વર્તમાને તો,
દીપાવી ચેતના તો સજની તનમાં છે.

લગાવી ડુબકી સાગર સમા જીવમાં,
તો જગ આખું સહજ રીતે મંથનમાં છે.

સુરેશભાઈ ચૌધરી ‘સૂર’

શ્રી ચીનુભાઈ મોદીના અથાગ પ્રયત્નો બાદ માત્ર ચાર શેરની ગઝલ લખવી શક્ય બન્યું છે. અને આ પણ એક એવો જ પ્રયત્ન છે. ડરના કારણે આજ સુધી ક્યારેય ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો નહોતો પણ આ ગઝલનો છેલ્લો શેર લખવા મથામણ જરુર કરી હતી.