કોઈ પણ કારણ હશે તો ચાલશે !
સાવ સુક્કું રણ હસે તો ચાલશે !
આ હ્રદયના બારસાખે મૂકવા;
આંસુનું તોરણ હશે તો ચાલશે !
રંગની મારે કશી પરવા નથી;
એકલો ફાગણ હશે તો ચાલશે !
સાવ હું ભીંજઉં નહિ તો કૈં નહિ;
આંખમાં શ્રાવણ હશે તો ચાલશે !
તું યુગોની જિંદગી જીવે ભલે;
પણ ‘તરલ’ને ક્ષણ હશે તો ચાલશે !
ભરત ભટ્ટ ‘તરલ’
Related posts:



તું યુગોની જિંદગી જીવે ભલે;
પણ ‘તરલ’ને ક્ષણ હશે તો ચાલશે !
આ હ્રદયના બારસાખે મૂકવા;
આંસુનું તોરણ હશે તો ચાલશે !
સરસ ગઝલ..બે શેર કઈક વધારે ગમ્યા
થોડુ હોય તો પણ ચાલશે.
ઘણ બધા નુ હોવુ જરુરી નથી.
જીવન જીવવ માટે ક્ષણ પણ ઘણી છે.
સરસ.
આભાર…
કવિ મિત્ર ભરત ભટ્ટ ‘તરલ’ની ખૂબ જ સુંદર ગઝલ!
સુધીર પટેલ.