ખલકતની સાહ્યબી તો તમારે રહી ગઈ
સહુ અલ્પતા જ ભાગે અમારે રહી ગઈ!

આહો રૂદન અમારાં છુપાયાં ન રાતથી
ઝાકળ રૂપે નીશાની સવારે રહી ગઈ!

સારૂં થયું હે કાળ! સમય સાચવી ગયો
અમ આબરૂ તો તારા પ્રહારે રહી ગઈ!

કહેવી ઘણી ય વાત હતી કિંતુ હે ખુદા!
જીવન-કિતાબ મારી મઝારે રહી ગઈ!

લાવીને માંડ આયખું મંઝિલ ઉપર ‘સમીર’
જોયું તો હસરતો જ ઉતારે રહી ગઈ!

સ્વ. મહેન્દ્ર ‘સમીર’

Related posts:

  1. એકલા રહી લેજો ! ~ ખ્યાતિ શાહ
  2. ગઝલ તો હતી! – હરીકિશન જોશી
You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.
Leave a Reply

આપને કેવું લાગ્યું?