હવે શબ્દને યાદ કરતા રહો,
હવે મૌનને પણ તરસતા રહો.
હવે કારણો ક્યાં છે સંબંધના?
હવે જીન્દગીમાં અમસ્તા રહો.
હું વેરાન દિવસોનો વિસ્તાર છું,
તમે પણ ક્ષણોમાં ભટકતા રહો.
હું દોરું છું આકૃતીઓ શ્વાસમાં,
તમે પણ હવાને પકડતા રહો.
હવે દર્દના રણમાં ભટકું છું હું,
તમે પણ સૂરજમાં સળગતા રહો.
હવે ક્યાં કોઈ એક જગા ખાસ છે?
હવે આ તરફ પણ નિકળતા રહો.
હેમંત ઘોરડા
Related posts:



સુન્દર રચના.
હવે કારણો ક્યાં છે સંબંધના?
હવે જીન્દગીમાં અમસ્તા રહો.
કેટલુ સાચુ?
સપના
લો આ તરફ નિકળ્યો !
સરસ ગઝલ
સુંદર રચના !
હવે ક્યાં કોઈ એક જગા ખાસ છે?
હવે આ તરફ પણ નિકળતા રહો.
સુંદર ગઝલ
આભાર… સૌનો..
સુંદર રચના…….
બહુ સારિ ગઝલ ૬એ …..
ગઝલ તો ગઝલ ચે સયરિ ઓ થિ લખસે…