Today is Saturday 4th February 2012

****
We are updating quotes here. If you have then Click Here and suggest us.



Archive for » July, 2010 «

રોશની થઈ આંખમાં અંજાય છે
નવ્ય રૂપે તું જ તો વંચાય છે.

તું અમાસી રાતમાં શોધી શકે
શોધવાની રીત શું અટવાય છ?

સાંજ પડતાં સૂર્ય શણગારો સજે
આપણી આ પ્રીત લ્યો છલકાય છે.

હાથમાં તારા હશે કોની ધજા ?
એજ શંકાઓ અહીં ડંખાય છે.

હોઠ પર અફવા ચઢી રંગીન થઈ
એનો તું અસ્વાર થઈ ખોવાય છે.

અમિત ત્રિવેદી

ઝૂમો, સખી ઝૂમો! અહીં વરસાદ છે,

ખુલ્લા મને ઘૂમો! અહીં વરસાદ છે.

ચારે દિશા ચારો તરફ ઘેલી બની,

ધીમે રહી ચૂમો! અહીં વરસાદ છે.

મંડાય પડ્યો છે ઝડીરૂપે હવે,

પાડો તમે બૂમો! અહીં વરસાદ છે.

લૂંટાય છે કુદરતતણી છોળો બધે,

છોડો હવે રૂમો! અહીં વરસાદ છે.

બાકી રહેશો તો જશે ‘સાગર’ મજા,

આવે પછી ડૂમો! અહીં વરસાદ છે.

‘સાગર’ રામોલિયા

Category: ગઝલ  3 Comments

જે વ્યથાને અડકે નહીં એ કલા અધૂરી છે
જે કલમથી ટપકે નહીં એ વ્યથા અધૂરી છે

પાત્ર પણ વલણ કેવું આત્મઘાતી રાખે છે
એ ય ના વિચાર્યુ કે વારતા અધૂરી છે

ભક્ત રઝળે અંધારેને ઝળાંહળાં ઇશ્વર
આપણે તો કહી દીધું દિવ્યતા અધૂરી છે

સૌનું એ જ રડવું છે, જામ કેમ અડધો છે?
સાવ સીધું કારણ છે પાત્રતા અધૂરી છે

બે જણા મળે દિલથી તો ય એક મઝલિસ છે
એકલો છું હું આજે ને સભા અધૂરી છે

મૃત્યુ આવવા માંગે આંગણે અતિથિ થઇ
ને હજુ તો જીવનની સરભરા અધૂરી છે

ઠેર ઠેર ડૂસકાં છે, ઠેર ઠેર ડૂમા છે
ને ‘રઈશ’ જગતભરની સાંત્વના અધૂરી છે

ડો. રઈશ મનીઆર

બા’ર ઝરમર-ઝરમર વરસાદ વરસે,
હું ભીંજાવા જાઉંને વાદળી ખાલી થઈ જાય !
ઓ! સખી વાદળી ખાલી થઈ જાય !!

મનમેઘો ગાંડૉ થઈને ગજ-ગજ તરસે,
મન-છીંપલે કોઈની ઝાઝી યાદ વરસે.
હં નામ અહીં લઉં ને એનાથી વિસરાઈ જાય !
હું ભીંજાવા જાઉંને વાદળી ખાલી થઈ જાય !
ઓ! સખી વાદળી ખાલી થઈ જાય !!

બા’ર આકાશ મેઘધનુષ્ય હુંદર સરજે,
હમણાં અમરવેલ પાન સાથે ગાંઠ બાંધશે.
હું રૂમાલે ગાંઠવાળું ને ગાંઠ ખુલી જાય !
હું ભીંજાવા જાઉંને વાદળી ખાલી થઈ જાય !
ઓ! સખી વાદળી ખાલી થઈ જાય !!

પહાડની છાતીએથી ખળખળ ઝરણું વહે,
કોઈ ખેડુ બળદને હંકારવા મીઠું ગાણું કહે.
હું તીતલી બનું ને ફુલડાં ખીલી ખીલી જાય !
હું ભીંજાવા જાઉંને વાદળી ખાલી થઈ જાય !
ઓ! સખી વાદળી ખાલી થઈ જાય !!

બા’ર ઝરમર-ઝરમર વરસાદ વરસે,
હું ભીંજાવા જાઉંને વાદળી ખાલી થઈ જાય !
ઓ! સખી વાદળી ખાલી થઈ જાય !!

પિયુ પાલનપુરી

વરસાદની મૌષમ સોળેય કળાએ ખીલી ઉઠી છે(ડીસામાં નહી.). એવામાં એક સુંદર મઝાનું ગીત આપણને પિયુ પાલનપુરી મોકલાવી રહ્યા છે તે બદલ તેમનો હ્રદય પુર્વક આભાર. અને પાલનપુરના કવિઓની ઘણી બધી રચનાઓ Pending છે. એ ધીરે ધીરે મુકાઈ જશે પણ એક ખાસ કેટેગરીમાં જેનું નામ છે Only પાલનપુરી…

કોઈ પણ કારણ હશે તો ચાલશે !
સાવ સુક્કું રણ હસે તો ચાલશે !

આ હ્રદયના બારસાખે મૂકવા;
આંસુનું તોરણ હશે તો ચાલશે !

રંગની મારે કશી પરવા નથી;
એકલો ફાગણ હશે તો ચાલશે !

સાવ હું ભીંજઉં નહિ તો કૈં નહિ;
આંખમાં શ્રાવણ હશે તો ચાલશે !

તું યુગોની જિંદગી જીવે ભલે;
પણ ‘તરલ’ને ક્ષણ હશે તો ચાલશે !

ભરત ભટ્ટ ‘તરલ’