Today is Saturday 4th February 2012

****
We are updating quotes here. If you have then Click Here and suggest us.



Archive for » June, 2010 «

વ્હાલા વાચકો,

ડીસામાં દબાણ હટાવ ઝુંબેશના કારણે ટેલીફોન લાઈનના કેબલ તુટી જવાના કારણે છેલ્લા અઠવાડીયાથી ૧૦૦૦થી પણ વધારે ટેલીફોન બંધ છે જેના રીપેરીંગમા કદાચ એકાદ અઠવાડીયા જેટલો સમય લાગશે તો આપ સૌને હું વિનંતી કરીશ કે મારા ઘરનું બ્રોડબેન્ડ કનેકશન બરાબર થઈ જાય ત્યાં સુધી થોડી ધીરજ રાખશો.

હું થોડાક સમય બાદ આપની માગણીઓને ધ્યાનમાં લઈને સાંભળી શકાય તેવાં ગીતો-ગઝલો લઈને ટુંક સમયમાં હાજર થઈશ.

“માનવ”

Category: અન્ય  4 Comments

દર્દ એવું તો નથી જેની કરું ફરીયાદ,
પણ જુદાઈમાં જીવ્યો છું એ હજીયે યાદ.
જીંદગીમાં જોઈએ શું? ફૂલફળનો ભાર,
કંટકોથી વેરના, જો પર્ણને કલનાદ.
તું ભલેને દૂર મુજથી હું હજી ભરપૂર,
તાર અંતરિયાળ ગુંજે, શાન્ત સર્વે વાદ.
હું વિકટ પંથે ભૂલો છતાંયે આજ,
કેટલા અણજાણ જણના યાદ આવે સાદ.
મેં મુક્યો વિશ્વાસ તુજમાં જાગતાંની સાથ,
ઊંઘમાં કે અંધકારે શ્વાસનો સંવાદ.

રધુવિર ચૌધરી-૧૯૯૧

તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે,
લે મોકલું, મધમધ તને સપનાં પ્રીયે.

પહેલાં તો આખો બંધ કર… ઉઘાડ હવે,
ઝગમગ થતી દેખાય છે ખુલ્લી હવા પ્રિયે?

એકાદ અમથું ફૂલ તું ધારી લે મન મહીં,
બાકી બધું થનગન થવાનું મ્હેકવા પ્રિયે!

આ ચાંદનીનાં વસ્ત્ર છે તે શોભશે તને,
કેવી રીતે તારાં લગી પહોંચાડવાં પ્રીયે?

કે તું જ આવી જા પવનની પાલખી લઈ,
દેખાડશે રસ્તો અહીંનાં ઝાંઝવા પ્રિયે!

હર્ષદ ત્રિવેદી

દર્દને દિલથી ક્યાં અળગું કરી શકો છો?
અશ્રુઓ માછલીનાં ક્યારે લૂછી શકો છો?

જુદાં ભલ કરી શકો કાંટાને ફૂલથી પણ,
ફોરમને ફૂલથી ક્યાં જુદી કરી શકો છો?

જુદાં ભલેને પાડો વૃક્ષોનાં નામ અહીંયા,
છાયાનું નામકરણ ક્યારે કરી શકો છો?

લહેરાય રણમાં એવું કે હાલ પી શકો છો?
મૃગજળને જામ માંહી ક્યારે ભરી શકો છો?

જીવનની સાંજે પણ વિસ્તરી જવાનું,
પડછાયો નિજનો સાંજે મોટો કરી શકો છો?

નરેન્દ્ર જોશી

આ સ્યુસાઈડ પોઈન્ટ :

એક વાર
ખીણની આ ધાર પરથી
હાથમાં હાથ રાખી
ઘણા પ્રેમીઓ કૂદી પડતા નીચે
નિરાધાર ખીણમાં…

જોઈ આવો
જુવાન ભોમિયા એ કહ્યું

અમે ગાડી માંથી ઊતરી પડ્યાં,
ટેકરો ચડ્યાં,ને…જોયું તો
ખીણ માથે ઊભેલા
એક વૃક્ષની લીલીછમ છાયા
છાયામાં એકમેકને વીંટળાઈને ઊભેલી
બે યુવાન કાયા…

અમે પાછાં વળી ગયાં
જાણે જોયું જ ના હોય એ રીતે
બીતે બીતે…

જયન્ત પાઠક

આ અછાંદસ રચના જયન્ત ભાઈએ ૨૨-૫-૧૯૮૬ના રોજ કોડાઈ કેનાલના સ્યુસાઈડ પોઈન્ટની મુલાકાત બાદ લખી હતી.