માહિયા, એક પંજાબી કાવ્ય પ્રકાર છે. સરખા , માપની ત્રણ પંક્તિનો એક માહિયા થાય. એની વિશિષ્ટતા એ છે કે, એમાં કોઈ ભાવ બીજી પંક્તિથી શરૂ થઈ ત્રીજી પંક્તિમાં પુર્ણતા પામે છે. પ્રથમ પંક્તિને મનોભાવ સાથે સીધો સંબંઘ હોતો નથી. પરંતુ, સ્વતંત્ર હોવા છતાં, એ પંક્તિ અભિવ્યક્ત કરાતા વિચારની અર્થછાયા સાથે તાલ મિલાવી માહિયામાં લયમાધુર્ય સર્જવામાં ઉપકારક નિવડે એવી હોવી જરૂરી ગણાય છે. એ સીવાય પ્રથમ તથા ત્રીજી પંક્તિમાં પ્રાસાનુપ્રાસ અનિવાર્ય લેખાય છે. બીજી પંક્તિ એ બંધનથી મુક્ત હોય છે.
માહિયા સામાન્ય રીતે ‘મફઊલ-મફાઈલુન’ આકારનના વજનમાં રચાય છે. અને એની ત્રણે પંક્તિ એક સરખા વજનની રહે એની ચીવટ રાખવી જરૂરી ગણાય છે. એ સિવાય માહિયા’ફઅલુન’ રૂકુનના ત્રણ આવર્તનવાળી પંક્તિઓમાં પણ રચવાનો રીવાજ છે. પંજાબી તથા ઉર્દૂમાં આ બંન્ને વજન પ્રચલીત છે. અને એને ખાસ લોકઢાળમાં ગાવામાં આવે છે. વિષય, વિચારને લાગે વળગે છે ત્યાં સુધી, ગ્રામ્યજીવનને સ્પર્શતો કોઈ પણ વિચાર એમાં સ્થાન પામી શકે.
- શ્રી દીપક બારડોલીકર
કંઈક કહેવું છે..