
(કલ્પના… ફોટો – ચાંદની દો દીલોકી દાસ્તાન)
આજ મને રસ્તામાં એક રાહબર મળી ગઇ,
મળતાંની સાથે જ મારા દીલમાં ભળી ગઇ,
એ વિખરાયેલી જુલ્ફો અને ધારદાર નયનોથી,
મારા હ્રદયની આરપાર નીકળી ગઇ,
“માનવ” આ જોઇ કહે, થઇ રહ્યું છે શું? આ….
હમણાં જ જોઇ તેને અને હમણાંજ વીલુપ્ત થઇ ગઇ.
“માનવ” ૧૭/૦૨/૨૦૧૦ સાંજે ૭.૨૯ વાગે
આ તેને ઉદેશીને લખાયેલ છે જે આજ સુધી મારી કલ્પનામાં જ છે જે “આવી એક સ્વપ્ન બનીને અને ઝાકળ બની ને ઉડી ગઇ…” બસ, સુકાયેલાં છાંણાં ઉખાડવાથી કોઇ ફાયદો નથી. પણ શું કરીયે આંખો બંધ કરતાની સાથે જ તેનો ચહેરો મારી આંખો સમક્ષ આવી જાય છે. ન લખવાની ઇચ્છા હોવા છતાં પણ લખાઇ જ જાય છે.
Related posts:



હમણાં જ જોઈ ને હમણાં જ વિલુપ્ત થઇ ગઈ …બહુ સુંદર અભિવ્યક્તિ માનવની અરે પ્રત્યેકની જેને ક્ષણિક પ્રેરણા મળી રહે છે અને જીવન જીવવા હદય ધબકતું રહે છે…વ્યર્થ નથી પણ એક મહાન વૃત્તિ છે( પતંજલિ જેને વિકલ્પ અને સ્મૃતી કહે ) જેમાંથી પ્રેમ નાં અંકુર ફૂટી શકે છંદના પર્ણ આવી શકે અને પછી વૃક્ષ વિશાળ થાય ને મીઠા ફળ આવે જગતને છાયડો મળે ….
ખુબ સુંદર મનમનોહર વેબ સાઈટ અને તેથીય ઉત્તમ મા અને માતૄભાષા અંગેની ભાવના આ ભાવના જ સાગરમાંથી કૌશલ તમે કુશળતાપૂર્વક વીણેલાં મોતી લઈ આવો છો અને અમારી સમક્ષ ધરો છો.અભિનંદન, મારું ગીતગુંજન સાંભળવા હાર્દિક નિમંત્રણ.
તમારી ’કલ્પના’ તમારા જીવનમાં પણ મળે તેવી શુભેચ્છા, પણ એક શરત રાખજો, મળ્યા પછી લખવાનું ભૂલી ન જતાં.
“માનવ” કલ્પના માં જોય ને જો તમે આટલું પ્રેમસભર કાવ્ય રચો તો જયારે એ તમારા જીવન માં આવશે ત્યારે…!!! વાહ અમે તો એ પલ ની રાહ જોઈશું…
ખુબ સરસ લખ્યું છે…
ખુબજ સુંદર શબ્દોની ગોઠવણી છે….
‘કલ્પના’ જ ‘માનવ’ ને કવિ બનવી શકે..
મારી શુભ કામનાઓ આપની સાથે છે..
રોમાંચિત કલ્પના.
I wish there will be no difference between your imagination and real life.
અને જો તફાવત થાય તો કલ્પના કરતા ક્યા નથી આવડતું?