
(મારું હૈયું…., ફોટો – કાઠીયાવાડ.કોમ)
કચનારની લાલિમા લઇ,
બેલાની નજકત થકી,
નિજ રૂપેરી રૂપને
સંવારતી છબિ તમારી
મનના તાર-તારમાં
ઘુંટાઇ-ઘોળાઇ
મારામાં ‘મુજ’નું
નિર્માણ કરે છે
દ્રવમાન બનેલું હૈયું
પળપળ અનુપ્રાણિત
તમારી પ્રતિઅક્રુતિ-શું
નિજ ઇયતાને
નવી અર્થ્વત્તાથી કરી સાકાર
આકાર-મતસ્યના ઉછાળમાં
જીવનના સત્વને નિહાળતું
અનુંરણન કરે છે
પ્રિયે, કેટલાં પ્રબળા છો તમે?
નિજ પરિધિમાં
દબાચી લીધું છે
સમસ્ત અસ્તિત્વ મારું
સુમન અજમેરી – ૫/૯/૧૯૮૦
ગઇ સાંજે સુમન અજમેરી ની રચનાઓ ના સંગ્રહ અંતઃસલિલા ને વાંચી રહ્યો હતો અને વાંચતા વાંચતા નજર આ અછાંદસ પર પડી અને મને ખુબ જ ગમ્યું એટલે મેં વિચાર્યું કે આ આપ સૌને પણ કદાચ ગમશે એટલે આપની સમક્ષ મુકી રહ્યો છું. જો આપ પણ વાંચવા ઇચ્છતા હોય તો પાન નંબર ૫૪ પર છે. ખુબ જ સરસ રચનાઓ છે જે હંમેશા દીલની આરપાર રહે છે.
આ રચના પ્રકાશીત કરવાં અંગે સુમન અજમેરી સાહેબનો સંપર્ક કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરેલ છે સફળતા મળશે ત્યારે લખી દઇશ.
No related posts.



Wah …!
Saras che.
[...] http://vinelamoti.com/2010/04/02/%e0%aa%a4%e0%aa%ae%e0%ab%87-%e0%aa%b8%e0%ab%81%e0%aa%ae%e0%aa%a8-%e... [...]