Today is Saturday 4th February 2012

****
We are updating quotes here. If you have then Click Here and suggest us.



Archive for » April, 2010 «

સાહિત્યની વિશ્વ પાઠશાળા

સાહિત્યની વિશ્વ પાઠશાળા

આવો ગુજરાતને સ્‍વર્ણિમ ગુજરાત બનાવવા માટે જોડાઓ. સ્‍વર્ણિમ ગુજરાત માટે સંકલ્પ કરો.

સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે  આપ સૌ મિત્રોને શુભેચ્છા. સ્વર્ણિમ ગુજરાતની જ્યારે શાનદાર ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે ત્યારે સાહિત્ય ક્ષેત્રે પણ સાચા અર્થમાં સ્વર્ણિમ થાય એ હેતુથી અમો સાહિત્યની પાઠશાળા શરુ કરી રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી ભાષા અને સંગીતથી વિમુખ થતી આજની પેઢીને ગુજરાતી ગીત, ગઝલ અને સાહિત્ય વિશે માહિતી આપી, ઓનલાઈન પદ્ધતિસરનું માર્ગદર્શન આપી આ ક્ષેત્ર તરફ પ્રવૃતિમય કરવા. `સાહિત્યની પાઠશાળા’ શીર્ષક હેઠળ શરુ થનાર આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના કેટલાક અનુભવી અને વિદ્વાન વ્યક્તિઓ ઓનલાઈન ગીત, ગઝલ વિશે જાણકારી આપશે. નવોદિતો જેઓ ગઝલ શીખવા માગે છે તેમને ગઝલના છંદ વિશેની સંપૂર્ણ માહિતી અહીં ઓનલાઈન શીખવા મળશે…… ટૂંક સમયમાં શરુ થઈ રહી છે `સાહિત્યની પાઠશાળા’….

આ વિશે આપના પ્રતિભાવો મને info@vinelmoti.com  ઈમેલ કરો.

( શ્રધ્ધા , ફોટો – સાઈકોહીસ્ટોરીયમ.ઓઆરજી)

જન્માક્ષર તો કેવા મળેલા હોય જો શ્રધ્ધા નો ઉજાસ,
ચિંતા શાની તું કરે ? એ છે ઇશ્વરનો ઉપન્યાસ
શ્રધ્ધા ને ભિકતના ફૂલ
ખાને ખાને તું રાખ
બારે ખાને શ્વાસે શ્વાસે
ઈશ્વરને તૂં ચાખ
ઉતાવળો તૂં ના થાજે, દરેક ખાનામાં નિશ્ચત આવાસ,
ચૌદ ભુવનના સ્વામીનો તને હર પળે મળશે સહવાસ
એક બારી તૂં ખોલે તો
સઘળા બારણાં એ ખોલે
દુ:ખ તો સાવ ઓશિયાળુ
એને સુખથી શાને તોલે ?
મેઘધનુષી રંગો ભરવા એ ને જોઇએ ખુલ્લું આકાશ,
આછાં આછાં અજવાળા લઇ કર તું ઇશ્વરનો ઉલ્લાસ

અમિત ત્રિવેદી


સ્વરાંકન અને ગાયક   ૰   કલ્પક ગાંધી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રે વણઝારા તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ
મને બદલામાં વેણી લઈ આપ

પાથરણા આપું તને આપું પરવાળા
પૂનમ ઘોળીને પછી આપું અજવાળા

હે..હે..રે વણઝારા તારી મોજડીએ તોડી મારી મોતીની માળ
મને બદલામાં દરિયો લઈ આપ

રાજપાટ આપું તને આપું ધબકારા
પાંપણની પાંદડીના આપું પલકારા

હે..હે..રે વણઝારા તારા ટેરવે તણાયા મારા કમખાના ઢાળ
મને બદલામાં ટહુકો લઈ આપ

રે વણઝારા તારી કાંગસીએ તોડ્યો મારો સોનેરી વાળ

- વિનોદ જોષી

કલ્પક ગાંધીના ખૂબ જ જાણીતા આલ્બમ  ‘શાલ્મલિ’ માંથી આ ગીત લેવામાં આવ્યું છે

સંગીતકાર અને ગાયકોના સન્માન માટે ડાઉનલોડ સુવિધા હંમેશને માટે બંધ કરવામાં આવેલ છે.

વીણેલાં મોતી.કોમ પરથી દરેક ગીત અને ગઝલ ડાઉનલોડ થઈ શકે છે. જેના માટે કોઈ વધુ મહેનત કરવાની જરુર નથી. કોઈ પણ વ્યક્તિ આરામથી આ સાઈટ પરથી ડાઉનલોડ કરી શકે છે.  તેના માટે માત્ર ત્રણ સ્ટેપનો ઉપયોગ કરો. વધુ વાંચો…



Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વરાંકન અને ગાયક   ૰   કલ્પક ગાંધી ( ટોરન્ટો )

શ્વાસમાં  છલકાય છાની ગંધ તો ?
ને  બધે  ચર્ચાય  આ સંબંધ તો ?

કંઠથી  છટક્યો   ટહુકો   મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?

આંખ  માંથી આંસુઓ લૂછો  નહીં
તૂટશે   પેલો    ઋણાનુંબંધ તો ?

હું  ક્ષણોના  મહેલમાં  જાઉં અને
કો’ક  દરવાજો કરી  દે બંધ તો ?

- ચિનુ મોદી

કલ્પક ગાંધીના ખુબ જ જાણીતા આલ્બમ ‘શાલ્મલિ’ માંથી આ ગઝલ લેવામાં આવી છે