Today is Saturday 4th February 2012

****
We are updating quotes here. If you have then Click Here and suggest us.



Archive for » March, 2010 «

( દાઝી રહ્યા છે પ્રેમ પત્રો.., ફોટો – વેબ પરથી)

મસ્તકે મસ્તકે સમજ દાઝે છે,
પારકા સુખથી સહજ દાઝે છે.
ક્યાં બને થોડે બધા સંતોષી,
રુપિયા-પૈસા અબજ દાઝે છે.
રોજ લાગે છે નજર સૌ સુખને,
મ્હેફિલે જાતા તરજ દાઝે છે.
આજ આડો આંક વાળે છે સહુ,
જ્યાં જુઓ ત્યાં તો ગરજ દાઝે છે.
હોય ‘સાગર’ આગ સૌનાં દિલમાં,
રોજ અંગારે મગજ દાઝે છે.
 
‘સાગર’ રામોલીયા

હમણાં જ થોડાક સમયથી બ્લોગ જગતમાં પધારેલા જામનગર ના શિક્ષક સાગર ભાઇએ પોતાની આ અપ્રકાશિત ગઝલ અમારા માટે મોકલાવી એ બદલ અમે તેમનો આભાર માનીયે છીએ.

(ક્ષીતીજ ની સફરે… ફોટો – વેબ પરથી) 

સંધ્યા સમયે શોધું છું, તને દૂર ક્ષિતિજમાં,

સરતો જાઉ છું, ધીરેધીરે મારા અતીતમાં.

જરૂર હશે થોડી કમી, અમારા જ પ્રયાસમાં,

કોઇ છોડી જાય નહી, આમ અડધા પ્રવાસમાં.

જીવ્યો સદીઓ, તારા થોડી ક્ષણના સાથમાં,

યુગોથી જોઉ રાહ, તારા આવવાની આશમાં.

નથી ગમ દોડવાનો, મૃગજળની પાછળ રણમાં,

જરૂરી હોય છે, એક સુંદર ભરમ પણ જીવનમાં.

કહે છે લોકો કે, ન હોય વરસાદ આ મૌસમમાં,

વરસે છે નયન, બનીને વાદળ ભર વૈશાખમાં.

ભરી લીધી છે અમે તો હવાને, છેલ્લા શ્વાસમાં,

હશે તમારો અહેસાસ હવામાં, તેવા વિશ્વાસમાં.

ધડકન…

 ”ઓરકુટની ગલીયોમાં ફરતાં ફરતાં મળી ગયેલા બે અજાણ્યા મુસાફીર”

આ વાક્ય કંઇક અજુગતું લાગે છે નહી ! પણ જે સત્ય છે તેના પર આ એક પ્રકાશ છે. આજથી લગભગ એક વર્ષ પહેલા મળેલો આ વ્યક્તિને. ચહેરા પર ફરકતું એક કોમળ સ્મિત અને અંધારામાં દેખાતા એકમાત્ર દીવા જેવું તેજ તથા સુર્યને પણ ઝાંખો પાડી દે એવી પ્રતિભા સાથે મનની મીઠાસથી એક ઉચ્ચારણ “કેમ છે માનવ?”  એ શબ્દો આજે પણ યાદ છે મને…

 

(કાનો….  – વેબ પરથી)

પ્રભુ મારા રૂદીયામાં આવીને વસજો

આવીને વસજો,મન મંદીરીયામાં આવીને રહેજો

પ્રભુ મારા રૂદીયામાં..

મારી શ્રદ્ધા કેરી ઇંટો, એવીતો જડાવી દીધી,

તારી આશાઓના જળથી, એને તો સીંચી લીધી,

મારા મન મંદીરની ભીંતો, તારા નામે ચીતરી છે

મધુર મધુર તારું નામ, મારે હાથે લખીયું છે

એવા એ રૂડા રૂડા મનડામાં આવો, પ્રેમે પધારો,

મન મંદીરીયા માં આવીને રહેજો, આવીને રહેજો

પ્રભુ મારા રૂદીયામાં….

કંઇ કપટીઓના કપટે, હરી હું તો ફસાયો’તો

એક જ તારા નામે, હરી ષડયંત્રો તો તુટ્યા,

કંઇ વર્ષો જુની યાદો, ભડ ભડ બળતી ફરીયાદો,

કંઇક જનમના દ્વેષો, મારા જનમો જનમના રાગો,

એતો તળ્યા છે હવે, થોડારે થોડા, થોડારે થોડા,

મન મંદીરીયા માં આવીને રહેજો,આવીને રહેજો,

પ્રભુ મારા રૂદીયામાં….

મારી શ્રદ્ધા કેરી ઇંટો એવીતો જડાવી દીધી

તારી આશાઓના જળથી એને તો સીંચી લીધી

મારા મન મંદીરનો વૈભવ સોના-રૂપાનો છે

હર્નિશ તારું નામ, મારા હૃદયે રમતું રે,

ભ્રમરોના ગુંજન કેરું નામ તારું નામ તારું ગુંજે,

નામ તારું ગુંજે, નામ તારું ગુંજે,

મન મંદીરીયા માં આવીને રહેજો

પ્રભુ મારા રૂદીયામાં….

- પ્રવિણ ઠક્કર

આ ભજન મેં સૌ પ્રથમ વખત ફોન ઉપર લખેલ છે કોઇના મુખારવીંદ માંથી વરસતા શબ્દો ઝીલવાની બાળપણ ની એ ટેવ આજે કામ આવી એનો મને ખુબ જ આનંદ થયો અને રહેશે. પ્રવિણ કાકાના આ શબ્દો મીનાબેન ના ભજનોમાં સમાયેલ છે જે ઇસનપુરમાં પડધાઇ રહ્યા છે.

(ગમતાં નો કરીયે ગુલાલ, ફોટો – વેબ પરથી)

જે રંગે રંગાવાય તે રંગે રંગાઈ લો ,

કાલે કોણ ક્યાં હશે કોને ખબર ?

પ્રીતડી કરી છે તો રીત પણ સંભાળી લો,

જે રંગે રંગાવાય તે રંગે રંગાઈ લો ,

ક્યાં છે એ ગોપી અને ક્યાં છે એ રાધા ,

ક્યાં છે એ વ્રજ અને ક્યાં છે મારો કાનો ?

જે રંગે રંગાવાય તે રંગે રંગાઈ લો ,

ક્યાં છે એ લાગણી ને એ નટખટ તોફાન ?

ભક્તિ નો પ્રેમ અને સ્નેહ નો સંગાથ લઈ ને

જે રંગે રંગાવાય તે રંગે રંગાઈ લો ,

ક્યાં છે એ વ્રજ અને ક્યાં છે મારો કાનો ?

કાલે કોણ ક્યાં હશે કોને ખબર ?

જે રંગે રંગાવાય તે રંગે રંગાઈ લો ,

(મેહુલ ત્રિવેદી)

ધુળેટીના રંગોત્સવને અનુરુપ આ કવિતા મેહુલભાઇ દ્વારા લખાયેલ પરંતુ
વેબસાઇટ હજી બની ન હતી માટે અત્યારે પ્રસ્તુત કરી રહ્યા છીયે…!
મેહુલભાઇ એ આ નાનકડી ક્રુષ્ણમય કવીતામાં ઘણું બધું સમજાવવા નો
પ્રયત્ન કર્યો છે.

(ફોટો – મારા વોલપેપર કલેશનમાથી)

મે તો માત્ર કોશીશ કરી હતી પ્રેમ ને મેળવવાની,

ઝંખના હતી જીવનને યોગ્ય રીતે કેળવવાની,

અને એ છે કે જેને કંઇજ નથી યાદ,

કહે છે હતું શું? અને શી હતી વાત?

હાથમા રહી ગયું કેવળ લોહી નીતરતું ગુલાબ.

“માનવ” ૭/૩/૧૦ બપોરે ૨.૦૦ વાગે

આ મોબાઇલ ના વોલપેપરને જોતાં-જોતાં કાગળ ઉપર
લીટાં કરતાં-કરતાં લખાઇ ગયેલ છે. મને છંદ, અલંકાર
કે અન્ય વ્યાકરણ નું ઝાઝું જ્ઞાન નથી પરંતુ જે મન કહે
તે લખું છું – “માનવ”

  • Page 1 of 2
  • 1
  • 2
  • >